Transcendence

જુઓ અક્ષરધામ વિષે બધું જ




      બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વર્ષ 2005માં દિલ્હી ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ તથા દેશના રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબ તથા વડાપ્રધાન ડૉ.મનમોહનસિંઘ ની હાજરી માં એક અદ્દભુત સાંસ્કૃતિક વિરાસતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેને આજે 11 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે અમે આપને અક્ષરધામ ની એક ફોટો-વિડિઓ ટૂર કરાવવા માંગીએ છીએ..


આપને અહીં જણાવી દઈએ કે સ્વામિનારાયણ અક્ષરધામ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની કૃપાથી ફક્ત પાંચ જ વર્ષમાં તૈયાર કરી દેવામાં આવ્યું છે.


અક્ષરધામ એ એક એવી ઐતિહાસિક વિરાસત છે કે જેમાં ભારતના આધ્યાત્મિક વારસાની સાથે સાથે ભારતના સાંસ્કૃતિક વારસો પણ ખુબજ ભવ્યતાથી દર્શાવવામાં આવ્યો છે.


દુનિયાનું સૌથી મોટું હિન્દૂ મંદિર એટલે કે દિલ્હીનું સ્વામિનારાયણ અક્ષરધામ..

આ સાથે જ અમેરિકાના મોટા શહેરોમાં અક્ષરધામ જેવા જ મોટા મંદિરોના નિર્માણ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી થયા છે અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં થઇ રહ્યા છે તો ચાલો આપણે પણ આ દિલ્હી અક્ષરધામના દર્શન કરીએ વિડિઓ દ્વારા..

.


ચાલો આપને અમેરિકામાં નિર્માણાધીન અક્ષરધામના પણ દર્શન કરાવી દઈએ...

અમેરિકાનું આ નિર્માણાધીન અક્ષરધામ કુલ 267 એકર કૅમ્પસમાં બનશે. આ અક્ષરધામ અમેરિકાના ન્યૂજર્સીના રૉબિન્સવિલેમાં બની રહ્યું છે..









પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી શરુ થયેલ આ અક્ષરધામની પ્રતિષ્ઠાવિધિ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે 2021 માં લાભપાંચમે થશે..

Indian PM Narendra Modi and Australian PM Malcolm Turnbull visit Swaminarayan Akshardham


  

Comments

  1. Wonderful creation by HH pramukhswami maharaj

    ReplyDelete
  2. I appreciated to the social work of H.H.Pramukh Swami Maharaj...I love him a lot..
    #Proud to be BAPS

    ReplyDelete

Post a Comment

amazon

Popular Posts