યોગીજી મહારાજની બોધકથા: ૧ શ્રદ્ધા
જય સ્વામિનારાયણ.
આજે આપણે શ્રદ્ધા વિષય પર યોગીબાપાની બોધકથાનો લાભ લઈશું.
યોગીજી મહારાજ બે તપસ્વીની વાત કરતા. એક તપસ્વી પીપળાનાં ઝાડ નીચે અને બીજો તેનાથી થોડે દૂર આંબલીના ઝાડ નીચે તપ કરતો હતો. નારદજી ત્યાંથી પસાર થયા ત્યારે આ બંનેએ બોલાવ્યા અને કહ્યું : 'ભગવાનને પૂછતાં આવજો કે બંને તપસ્વીને દર્શન ક્યારે આપશો?' નારદજી વૈકુંઠમાં ગયા. ભગવાન પાસે આ બંને તપસ્વીઓની વાત રજૂ કરી ત્યારે ભગવાને કહ્યું : 'બંને જે ઝાડ નીચે તપ કરે છે તે ઝાડનાં જેટલાં પાંદડાં છે ગેટલા યુગલ વીતશે પછી દર્શન દઈશ.'
આ સમાચાર પાઠવવા નારદજીના પગ ઢીલા પડ્યા.દૂરથી જતા હતા પણ તપસ્વીઓએ પાસે બોલાવ્યા. પ્રથમ પીપળાના ઝાડ નજચે પધાર્યા. ત્યાં તે તપસ્વીએ ભગવાનનો સંદેશો સાંભળ્યો કે તરત તપ કરવું મૂકીને ઘેર ચાલ્યો ગયો.બીજા પાસે નારદજી ગયા ને વાત કરી. આંબલીનાં પાંદડાં નાનાં એટલે અનંતગણા યુગો વીતી જાય એમ છતાં એ તપસ્વી નાચવા લાગ્યો અને કહેવા લાગ્યો : 'અહોહો ! ભલે આટલા યુગો પછી પણ ભગવાન મને દર્શન દેશે !! મારાં કેવા ભાગ્ય !' એ જ ક્ષણે ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા ને દર્શન દીધાં. નારદજીએ ભગવાનને કહ્યું : 'તમે મને જૂઠો પાડ્યો.' ભગવાન કહે : 'આ તપસ્વીની શ્રદ્ધા તો જુઓ !! એની આવી શ્રદ્ધા જોઈ મારે પ્રગટ થવું પડ્યું.'
અર્થાત ભગવાનનાં દર્શન માટે તપ વગેરે સાધન મહત્વનાં નથી પણ સાધકના હૃદયની આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ મહત્વનાં છે.
વનમાં ભટકતા પાંડવોમાં અર્જુનને શિવપૂજા કરીને જ જમવાનો નિયમ હતો.રસ્તે ક્યાંય શિવલિંગ મળ્યું નહિ. એની ભૂખનું દુઃખ ટાળવા ખાતર ભીમે માટીનો લોટકો ઊંધો વળી આજુબાજુ પુષ્પોથી આચ્છાદિત કર્યો ને અર્જુનને કહ્યું : 'ફલાણી જગ્યાએ શિવલિંગ છે, પૂજા કેરી આવ.'
અર્જુનએ બે કલાક પૂજા કરી, ત્યાં ભીમ આવીને હસવા લાગ્યો. તેણે કહ્યું : 'આ ક્યાં શિવલિંગ છે ? ઘડો ઊંધો વાળ્યો છે.' એમ કહી હાથની ઝાપટ લગાવી ફૂલ વગેરે દૂર કર્યાં ને ઘડો ઊંચો કરી બતાવ્યો. પણ આશ્ચર્ય, ઘડા નીચે શિવલિંગ દર્શાયું ! અર્જુનની શ્રદ્ધા શિવજીની સાક્ષાત્ પૂજામાં હતી તો શિવલિંગ ન હોવા છતાં પ્રાદુર્ભૂત થયું. આજે પણ તે ભીમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે.
લોકો યેનકેન પ્રકારે ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા હોય છે. એ જે કઈ પણ અર્પણ કરે, ભગવાન સ્વીકારે છે. જે કઈ પ્રાર્થના કરે છે તે સાંભળે છે. આમ, હિન્દુ મૂર્તિપૂજા-ભક્તિ-ઉપાસના કેટલી શાસ્ત્રોક્ત એન્ડ અનુભવગમ્ય છે.
મિત્રો, યોગીબાપાની બોધકથામાંથી આપણને શીખવા મળે છે કે ભગવાનમાં શ્રદ્ધા અને ખપ હોય તો ભગવાન મદદ કરે જ છે..
આપને આ પોસ્ટ કેવી લાગી?? આપ આપના મિત્રો ને આ વાર્તા Share કરી શકો છો.
વધુ આવી વાર્તા અને સત્સંગલક્ષી updates જાણવા માટે અમારા page ને like કરો.
જય સ્વામિનારાયણ
Comments
Post a Comment