આજે અબ્દુલ કલામ સાહેબનો ૮૫મો જન્મદિવસ. પ્રમુખસ્વામી મહારાજ સાથેનો તેમનો ઘરોબો
આજે ડો. અબ્દુલ કલામ સાહેબનાં ૮૫માં જન્મ દિવસ પર દેશ તેમને યાદ કરી રહ્યો છે. પ્રમુખસ્વામી મહારાજ માટે ડો. કલામને કેટલો પ્રેમ હતો. તે આપણે પુસ્તક (Transcendence)માં વાંચી શકીએ છે.
તેમાં લખ્યું છે કે, ‘રાષ્ટ્રપતિ તરીકેની મારી ટર્મ પુરી થતી હતી ત્યારે કેટલાક વગદાર રાજકીય વર્તુળોએ મને બીજી ટર્મ માટે પણ રાષ્ટ્રપતિ બનાવવાની હિલચાલ શરૂ કરી. પ્રમુખસ્વામી મહારાજ એ સમયે અમેરિકામાં હતા. મેં ફોન કરીને તેમનો અભિપ્રાય માગ્યો. તેમણે કહ્યું, ‘કલામ સાહેબ, બીજી ટર્મ ન સ્વીકારતા. લોકોની સેવા કરો. નિ: સ્વાર્થ લોકસેવા દ્વારા વ્યક્તિ અન્ય કોઇ પણ ઉચ્ચતમ હોદ્દો કરતા પણ સ્વોત્કૃષ્ટ બની શકે છે.’
આમ, પ્રમુખસ્વામી મહારાજ સાથેની વાતચીતના અંતે કલામે બીજી ટર્મ નહોતી સ્વીકારી.
ડૉ. કલામ સ્વામીબાપાને પ્રેમથી 'મહા પ્રમુખ સ્વામીજી' કહેતા.
પ્રમુખસ્વામી મહારાજની સલાહ બાદ કલામ સાહેબે રાષ્ટ્રપતિ ભવનને વિદાય આપી હતી.
પ્રમુખસ્વામી મહારાજની એ સલાહ બાદ મારી બે બેગ લઇને મેં રાષ્ટ્રપતિ ભવનને અલવિદા કરી દીધું. હું એક મુક્તપણે વિચરણ કરતો સાધુ હોઉ એવી અનુભૂતિ મેં કરી. પ્રમુખસ્વામી મહારાજે મને સાધુ તરીકેની ડિગ્રી પણ આપી દીધી.’ આ શબ્દો છે ભારતના મિસાઇલમેન અને સૌથી વધુ લોકપ્રિય રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે અબ્દુલ કલામના.
આજે ડો. કલામનો ૮૫મો જન્મદિવસ છે ત્યારે પ્રમુખ સ્વામી પ્રત્યેની તેમની અતૂટ શ્રધ્ધા અને ભક્તિના સંભારણા પ્રાસંગિક બની રહેશે.
ડૉ. કલામની બુકના એકેએક પાને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યેની ભક્તિ છલકે છે. ડૉ. કલામ લિખિત પુસ્તક ‘ટ્રાન્સેન્ડન્સ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સિઝ વિથ પ્રમુખ સ્વામીજી’ નામના પુસ્તકમાં તેમણે વિજ્ઞાન અને ડો. કલામને પ્રમુખ સ્વામીના અનેક આધ્યાત્મિક અને ચમત્કારિક અનુભવો થયા હતા. 2001માં ડૉ. કલામ 30 જૂન 2001ના રોજ પ્રથમ વખત પ્રમુખ સ્વામીને મળ્યા. એમના સાંનિધ્યમાં ડો. કલામે ચૈતન્યના મહાપ્રવાહનો અનુભવ કર્યો. તેમણે એક કલાક સુધી પ્રમુખ સ્વામી સાથે અનેક વિષયે ચર્ચા કરી. એ ક્ષણથી જ તેઓ સ્વામીમય બની ગયા.
પ્રમુખસ્વામી મહારાજે ડો. કલામને કહ્યું હતું લીડ ઈન્ડિયા(2001)
અમદાવાદમાં વિદાય વેળાએ પ્રમુખસ્વામી મહારાજે કહ્યું, ‘આપણા પ્રાચીન ઋષિઓએ આપણને વિજ્ઞાનની ભેટ આપી છે. તમે પણ એક ઋષિ છો. આટલું કહ્યાં પછી પ્રમુખ સ્વામીએ કહ્યું, ‘લીડ ઇન્ડિયા.’ તેમના એ શબ્દોનો અર્થ ડો. કલામ ત્યારે સમજી શક્યા નહીં ,પણ ત્યાર બાદ થોડા દિવસો પછી પ્રમુખ સ્વામીના લીડ ઇન્ડિયા શબ્દો સાર્થક થતા હોય તેમ જૂન-2002માં અણધારી રીતે રાષ્ટ્રપતિ પદ માટે તેમની પસંદગી કરવામાં આવી. આ સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર હતા.
પ્રમુખસ્વામી મહારાજ અને કલામની અંતિમ મુલાકાત સારંગપુરમાં થઇ હતી.
પ્રમુખસ્વામી મહારાજની નાજૂક તબિયતના સમાચાર સાંભળી ડો. કલામ તા.11 માર્ચ 2014ના રોજ સારંગપુર આવ્યા હતા. તેઓ લખે છે, ‘કોઇ અલૌકિક દિવ્યતા વચ્ચે સ્વામીજીએ દસ મિનિટ સુધી મારા હાથ પકડી રાખ્યા. અમારી વચ્ચે એક શબ્દની પણ આપ લે ન થઇ. અમારી વચ્ચે જાણે કે દિવ્યચેતનાનો મૌન સંવાદ થયો. આ એક અદ્ભૂત આધ્યાત્મિક અનુભવ હતો’. પ્રમુખસ્વામી મહારાજને મળી તેઓ પરત ફર્યા.
સુતા પહેલા તેમણે મહાન લેબેનીઝ લેખક મીખાઇલ નાઇમાના ‘ધી બુક ઓફ મીરદાદ’ પુસ્તકનું વાચન શરૂ કર્યું ત્યાં અચાનક તેઓ દિવ્ય તંદ્રાવસ્થામાં સરી પડ્યા હતા.
સુતા પહેલા તેમણે મહાન લેબેનીઝ લેખક મીખાઇલ નાઇમાના ‘ધી બુક ઓફ મીરદાદ’ પુસ્તકનું વાચન શરૂ કર્યું ત્યાં અચાનક તેઓ દિવ્ય તંદ્રાવસ્થામાં સરી પડ્યા હતા.
તેઓ નહોતા જાગતા કે નહોતા નિંદ્રામાં, ત્યાં એક અવાજ આવ્યો, ‘ઉઠ, તારે તારા લક્ષ્યો સિધ્ધ કરવાના છે’.
ડૉ. કલામે પૂછ્યું,‘હું ક્યાં છું’ જવાબ મળ્યો, ‘સ્વર્ગમાં’. ‘મને કોણ અહીં લાવ્યું’ તેમણે પૂછયું. ‘જેને તું સવારે મળ્યો તે’.
ડૉ. કલામે પૂછ્યું, ‘તમે પ્રમુખસ્વામી છો?’ જવાબમાં સ્વામીબાપાએ એક સ્મિત કરી કહ્યું, ‘હું અને મારૂ ની હોડમાં સમાજનું સ્મિત વિલાઇ ગયું છે. એ સ્મિતને પાછું લાવવા તારી પસંદગી થઇ છે. તું એ પાત્ર છે જેના દ્વારા એક પુસ્તક લખાવાનું છે.
ત્યારબાદ ડો. કલામે આ પુસ્તક લખ્યું. આ પુસ્તકના સહલેખક પ્રો. અરુણ તિવારીજી છે અને ગુજરાતી રૂપાંતરણ જાણીતા સામાજિક વિશ્લેષક અને પત્રકાર અજય ઉમટ એ કર્યું છે.
પુસ્તક માટે અહીં ક્લિક કરો.
Comments
Post a Comment