Transcendence

કેવી રીતે એ શક્ય બન્યું? સ્વામીશ્રીના ધામગમન બાદ કેવી રીતે આયોજન કરવામાં આવ્યું?

કેવી રીતે એ શક્ય બન્યું?

પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા એને આજે (આ લેખ લખાય છે ત્યારે ૧૩ ઓક્ટોબર ૨૦૧૭) ૧૪ મહિનાનો સમય થઇ ગયો છે તેમ છતાં પણ હરિભક્તોને એમ નથી લાગતું કે તે પોતે નથી.


 મહંતસ્વામી રૂપે આજે પણ દર્શન આપે છે. એક વર્ષ પૂર્વે જયારે સ્વામીબાપા ધામમાં ગયા ત્યારે સમાચાર સાંભળીને દેશ વિદેશમાં રહેતા સંતો,હરિભક્તો,સામાજિક અગ્રણીઓ, રાજકીય આધ્યાત્મિક નેતાઓ સ્વામીશ્રીના દર્શન કરવા આવી પહોંચ્યા હતા. તા. ૧૪ ની આ વાત છે. સાળંગપુરમાં એક મિનિટમાં 150 ભક્તો બાપાના અંતિમ દર્શન કરી રહ્યા હતા. ગાડીઓનો કાફલો અને ગમગીન ચહેરા સાથે સ્વામીના દર્શન કરતા લોકોના ઘોડાપૂર વચ્ચે પણ ક્યાંય અવ્યવસ્થા દેખાતી નહોતી. અલબત્ત BAPS સંસ્થા જ્યાં હોય ત્યાં કોઇ કાર્યક્રમમાં મેનેજમેન્ટ કાચુ ઉતરે નહીં. આની પાછળ કારણ શું છે? એકથી વધારે કારણોથી આ સંસ્થા આટલી પરિપક્વ બની છે. આજે આપણે જાણીએ કઇ બાબતો આ સફળતામાં સહાયક બને છે.

નરેન્દ્ર મોદીએ કરી હતી BAPS નાં મેનેજમેન્ટની પ્રશંશા.
પીએમ મોદીએ પણ એક સમયે બીએપીએસનાં મેનેજમેન્ટની પ્રશંસા કરી હતી. તેમજ કંપનીઓને બીએપીએસના મેનેજમેન્ટમાંથી શીખ લેવાની સલાહ આપી હતી. એટલું જ નહીં અમેરિકાની નાસાથી લઈને દુનિયાની ટોપની કંપનીઓમાં બીએપીએસના અનુયાયીઓ કામ કરી રહ્યા છે. આ જ કારણથી બાપા સ્વામીશ્રી ધામમાં ગયા બાદ દુનિયાભરના લોકો અંતિમ દર્શન માટે સાળંગપુર પહોંચી ગયા હતા.




1. ૧૦૦૦ થી વધુ સંતો ડૉક્ટર,એન્જિનિયર થી લઇ સીએ,વકીલ,MBA..
પ્રમુખસ્વામી એ સંસ્થાને મજબૂત બનાવવા અને સત્સંગના વ્યાપ માટે ૧૦૦૦થી પણ વધારે સંતોની ટીમ બનાવી હતી. દરેક નવદીક્ષિત સંતોને સારંગપુર ખાતે સંત તાલીમ કેન્દ્રમાં તાલીમ આપવામાં આવે છે. પ્રમુખસ્વામી એ ઇસ.૧૯૮૪ ની સાલમાં આ તાલીમ કેન્દ્રની શરૂઆત કરી હતી. સંસ્થાના દરેક સંતો પોતાના ક્ષેત્રમાં આગળ વધેલા છે.




૨. તા. ૧૩ થી ૧૭ સુધી સતત ૫ દિવસ સુધી ૬૦૦૦ થી વધુ સ્વયંસેવકો ઓન-ડ્યુટી હતા. અલગ અલગ ૩૬ સમિતિઓ રચવામાં આવી હતી. જેમાં રસોઈ વ્યવસ્થા થી માંડીને ઉતારા,દર્શન મેનેજમેન્ટ, પાર્કિંગ, ટ્રાન્સપોર્ટ, મીડિયા, સલામતી, પાણી વિભાગ, ટ્રાફિક, લાઇટિંગ એમ કુલ ૩૬ સમિતિ તાત્કાલિક રચીને એક આદર્શ પૂરો પાડ્યો હતો. પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં સંતો અને હરિભક્તો જે શીખ્યા હતા એ અહીં પુરવાર કરી બતાવ્યું.



૩. બીએપીએસ સંસ્થાની બીજી એક વાત કરીએ તો જ્ઞાન ટેક્નોલોજી સાથે મળે છે. દિલ્હી અક્ષરધામ અને ગાંધીનગર અક્ષરધામના સત્ ચિત્ત આનંદ Water Show નિહાળીએ તો સાચે જ નત મસ્તક થઇ જવાય. આધ્યાત્મિક સંદેશાથી લઈને સમાજ ઉત્થાનની વાત પહોંચાડવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.



૪. દુનિયાની ટોચની કંપનીઓમાં બીએપીએસના હરિભક્તો છે જેને કારણે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સત્સંગ કરવો-કરાવવો આસાન બની રહે છે.

૫. જાતિવાદ ભૂલીને સમાજને પ્રાધાન્ય આપવું એ બીએપીએસની ખાસિયત છે. અમેરિકાના ભક્તોથી લઈને આદિવાસી વિસ્તારના ભકતો સૌને પ્રમુખસ્વામી એ આવકાર્યા છે. દરેકને પ્રેમ અને હૂંફ આપી છે. આજે વિદેશના યુવકો પરદેશની ભોગભૂમિને ઠોકર મારીને સાધુ થવા આવે છે એનું કારણ પ્રમુખસ્વામી મહારાજનો નિઃસ્વાર્થ પ્રેમ છે.



૬. બીએપીએસ સંસ્થાએ યુવાનોની તાકાત પારખી છે. યુવા તાલીમ કેંદ્રથી માંડીને યુવક-યુવતી સભા સુધી બધીજ રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે. કારણ કે આજનો યુવાન એ આવતી કાલનું ભવિષ્ય છે. આજે જો એને સંસ્કાર નહિ આપવામાં આવે તો કાલે એ પોતે કુસંગના માર્ગે ચડશે અને બીજા કેટલાયની જિંદગી બગાડશે.



૭. પ્રમુખસ્વામી મહારાજે હરિભક્તોના પ્રશ્ન નિવારણ માટે સાડા સાત લાખથી વધુ પત્રો લખ્યા વાંચ્યા ઉત્તર આપ્યા છે. હેન્ડપમ્પ ક્યાં નાખવો, ખેતરમાં કૂવો ક્યાં કરવો જેવા સામાન્ય પ્રશ્નોથી લઈ અબ્દુલ કલામને પણ બીજી વાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નહિ ઉભા રહેવા જણાવ્યું હતું. મુમુક્ષુઓના જીવનમાં આવતી નાની નાની મુશ્કેલીઓમાં સ્વામીશ્રીએ સહારો આપ્યો છે.



૮. મેડિકલ સેવાઓમાં અગ્રેસર બીએપીએસ
૭ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ.
૧૧ મોબાઇલ મેડિકલ ક્લિનિક
૯૦,૦૪,૭૬૯થી વધુ દર્દીઓની સારવાર
૪૦,૧૦,૧૮૯થી વધુ ફ્રી મેડિકલ સર્વિસ



આ ઉપરાંત મહિલા સશકિતકરણ, વન, પર્યાવરણ, પ્રાણીઓ, બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા..


કુલ મળીને પ્રમુખસ્વામી મહારાજનું ઋણ આ માનવજાત કદી ચૂકવી શકે તેમ નથી.



મિત્રો આ પોસ્ટમાં કઈ ક્ષતિ રહી ગઈ હોય તો મને અચૂક જણાવશો. પોષ્ટમાંથી કઈ શીખવા મળ્યું હોય અને કોઈને જણાવવા માંગતા હોય તપ અચૂક share કરો.

Comments

  1. Replies
    1. We mean that 'jativad bhuli ne' and not 'bhulya vagar'

      Delete
    2. I am sorry to put my remarks in public but don't know other way to contact. Jai swaminarayan

      Delete
    3. Don't worry this is the right way to connect because i got notification whenever any activity happened in my page. BTW thank you for correcting and I have corrected. Please check it and let me know if any mistakes.

      Delete
    4. No coment
      vchnamrut bools all public read jai swaminarayan

      Delete
  2. Jay swaminarayan bahu saras blog banavyo che aavi j rite banavo tethi badha vachi shake Jay swaminarayan

    ReplyDelete
    Replies
    1. Jai Swaminarayan.. Thank you for your valuable reply..

      Delete
  3. This comment has been removed by the author.

    ReplyDelete

Post a Comment

amazon

Popular Posts