Transcendence

સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરના રજતજયંતિ મહોત્સવ વિશેષ કાર્યક્રમો

સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરના રજતજયંતિ મહોત્સવ ઉપક્રમે 
દિવાળી પર્વે યોજશે વિશેષ કાર્યક્રમો



વિશ્વવંદનીય સંત, બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ત્યાર થયેલ સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગર ને 25 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે.



અક્ષરધામની રજત જયંતીના ઉપક્રમે દિવાળી પર્વે ગાંધીનગર ખાતે માણવાલાયક વિશિષ્ટ આકર્ષણ શો  ‘અક્ષરધામ સનાતનમ્ શો’નું આયોજન કરવામાં આવ્યું છે. અક્ષરધામના આ શો માટે કોઈ ફી રાખવામાં આવી નથી. પ્રતિવર્ષે હજારો દર્શનાર્થીઓ અક્ષરધામમાં દિવાળીપર્વની વિશેષ દીપ શોભા માણવા ઊમટે છે, પરંતુ અક્ષરધામના આ રજત જયંતી વર્ષે દિવાળી પર્વની આ એક વિશેષ પ્રસ્તુતિ દર્શનાર્થીઓને વિશેષ આનંદની અનુભૂતિ કરાવશે.

આ અંગે વધુ વિગતો આપતાં બી.એ.પી.એસ.ના સાધુ બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું કે અક્ષરધામ એટલે પરમાત્માનું નિવાસ સ્થાન, જ્યાં કલા યુગાતીત છે, સંસ્કૃતિ સીમાતીત છે અને મૂલ્યો સમયાતીત છે. અક્ષરધામ એટલે એવું એક સ્થળ કે જ્યાં સુખ, શાંતિ અને સંવાદિતા માટે વિશ્વભરના યાત્રિકો વર્ષભર ઊમટતા રહે છે. છેલ્લા ૨૫ વર્ષમાં અહીં આવીને ૧૨૭ દેશોના ૫.૭ કરોડ યાત્રિકોએ પવિત્ર પ્રેરણાઓ પ્રાપ્ત કરી છે. આવા પવિત્ર અને દિવ્ય અક્ષરધામ ખાતે રજત જયંતી નિમિત્તે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદનો લાભ પણ પ્રાપ્ત થશે. તા.૨૩મીએ તેઓ વિદેશની ધર્મયાત્રા પૂર્ણ કરીને અક્ષરધામ, ગાંધીનગર પધારશે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઇંગ્લેન્ડ, યુરોપ, અમેરિકામાં લાખો હરિભક્તો અને ગુણભાવીઓને દર્શનનો દિવ્ય લાભ આપ્યો હતો. જે અંતર્ગત અમેરિકાના રોબિન્સવિલના અક્ષરધામમાં સ્તંભરોપણ વિધિમાં આશીર્વાદ પ્રદાન કર્યા હતા.

તેમણે જણાવ્યું કે આ રજતજયંતીના આકર્ષણોમાંનું એક મહત્ત્વનું આકર્ષણ એટલે ‘અક્ષરધામ સનાતનમ્ શોઃ ઇમર્સિવ એક્સપીરિયન્સ’. તા.૧૭ ઓક્ટોબરે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ વેદોક્ત વિધિપૂર્વક પૂજનવિધિ સાથે આ અદ્‌ભુત શોનું ઉદઘાટન કર્યું હતું. ૧૫ મિનિટનાં આ શૉમાં અક્ષરધામનો ઇતિહાસ, નૈતિક મૂલ્યો અને સામાજિક ઉત્થાનની અસર ખૂબ જ અસરકારક રીતે વર્ણવવામાં આવી છે. ખાસ કરીને અક્ષરધામની ભવ્ય ઇમારત પર વિડીયો મેપીંગ પ્રોજેક્શન કરીને અક્ષરધામના ૨૫ વર્ષના ઇતિહાસ, તેના પ્રભાવ, પ્રદાન અને સંદેશને આ ૧૫ મિનિટના રોમાંચક શો દ્વારા દૃશ્યમાન કરવામાં આવે છે. અક્ષરધામ મહામંદિર પર પ્રભાવક પ્રોજેક્શન અને અન્ય પડદા પરની આ પ્રેરક રજૂઆત રોજ સંધ્યા સમયે ૬.૩૦થી ૯.૦૦ દરમિયાન દર્શકોને એક વિરલ અનુભવ કરાવશે. તેમણે જણાવ્યું કે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના નિષ્ણાત ૩૦ સ્વયંસેવકો અને સંતોની સતત ત્રણ મહિનાની જહેમતથી આ ‘અક્ષરધામ સનાતનમ્ શો : ઇમર્સિવ એક્સપીરિયન્સ’ રચાયો છે. ૧૨ વિડીયો પ્રોજેક્શન સ્રોત, ૬૦૦ લાઈટ્સ, પાઈરોટેકનિક્સ અને સાઉન્ડસ્કેપ સાથે અક્ષરધામના સ્થાપત્યની કલાત્મક કોરિયોગ્રાફી, ગ્રાફિક્સ, એનિમેશન, વિડીયોમેપીંગ અને એડવાન્સ્ડ ઇફેક્ટ્સ સૌનાં હૃદય-આત્માને અહોભાવમાં ગરકાવ કરે છે.

 એમના  અમુક ફોટો ને નિહાળી એ























અક્ષરધામ 23મીએ ખુલ્લું, 30 અને પહેલી-બીજી નવેમ્બરે બંધ રહેશે.

અક્ષરધામ સંકુલ દર સોમવારે બંધ રહે છે, તેમ છતાં, તા.૨૩ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ સોમવારે ખુલ્લું રહેશે. આ દિવસે પણ દર્શનાર્થીઓ સંધ્યા સમયે ૬.૩૦થી ૯.૦૦ દરમિયાન ‘અક્ષરધામ સનાતનમ્ શો’ને માણી શકશે. જ્યારે તા.૩૦ ઓક્ટોબર, ૨૦૧૭(સોમવાર), તા.૧ નવેમ્બર (બુધવાર) તથા તા.૨ નવેમ્બર (ગુરુવાર)ના રોજ અક્ષરધામ પરિસર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

PM મોદી 2 નવેમ્બર રજત જયંતી મહોત્સવમાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨ નવેમ્બરના રોજ અક્ષરધામ-ગાંધીનગરનાં રજત જયંતી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પૂર્વગામી ગુરુ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે કરેલા સંકલ્પને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સન ૧૯૯૨માં અક્ષરધામનું સર્જન કરીને સાકાર કર્યો હતો. વર્ષ-૧૯૯૨ની બીજી નવેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે અક્ષરધામનું ઉદ્‌ઘાટન થયું હતું, તેને તા.૨ નવેમ્બર, ૨૦૧૭ના રોજ ૨૫ વર્ષ પૂર્ણ થાય છે. આ નિમિત્તે ગાંધીનગર ખાતે અક્ષરધામ પરિસરમાં રજતજયંતી વર્ષ ઉજવાઈ રહ્યું છે.




ગુરુહરી મહંતસ્વામીની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ થવાનો છે. તો લાભ લેવાનું ચુકી ન જતા.


પરિવાર જનો તથા મિત્રો સાથે પોસ્ટ ને જરૂર share કરજો.

જય સ્વામિનારાયણ.... 


Comments

amazon

Popular Posts