Transcendence

આદેશથી અર્ચન પ્રભાવથી પરિવર્તન



આદેશથી અર્ચન પ્રભાવથી પરિવર્તન


સોમનાથ મંદિર બાંધનારા સોમપુરા પદ્મશ્રી પ્રભાશંકર સોમપુરાના પૌત્ર ચંદ્રકાંતભાઈ સોમપુરાએ ગાંધીનગર અક્ષરધામની ડિઝાઇન અને નકશા તૈયાર કર્યા હતા. 25 વર્ષ પહેલાં માણસોએ પથ્થરોથી ગાંધીનગરના સેક્ટર-20માં અક્ષરધામ મંદિરનું નિર્માણ કર્યું હતું અને 25 વર્ષમાં આ જ પથ્થરોએ અમદાવાદ, ગુજરાતના જ નહીં, દેશ-વિદેશના લોકોને માનવી બનાવ્યા છે અને દસકાઓ સુધી દર્શનાર્થીઓમાં માનવતા, પ્રેમ, સદભાવ અને સમભાવની લાગણી વહાવતું રહેશે.


અક્ષરધામમાં આવનારા દરેકનું જીવન દિવ્ય બને તેવી ભગવાનને પ્રાર્થના




ગુરુ યોગીજી મહારાજે 6 ઓગસ્ટ, 1970એ હાલ જ્યાં અક્ષરધામ છે તે સ્થળે મંદિર બનાવવા સંકલ્પના કરી હતી. દિલ્હી અક્ષરધામ પણ ગુરુજીની આજ્ઞાને અનુસરીને બનાવાયું છે. યોગીજી મહારાજે યમુના નદીના કાંઠે એક મંદિર બનાવવાની વાત કહી હતી. આ વાતને પ્રમુખસ્વામીએ લક્ષ્ય બનાવીને દિલ્હી અક્ષરધામ બનાવ્યું હતું. 20મી સદીનાં છેલ્લાં 92 વર્ષમાં કોઈ ઘટના ન ઘટી હોય તેવી અક્ષરધામ સર્જનની ઘટના છે.


પ્રમુખસ્વામી: ગુરુઆજ્ઞાથી નિર્માયું જીવનઘડતરનું ધામ



અક્ષરધામ સ્થાપત્ય કલા, સૌંદર્ય, સાહિત્ય કે સંગીત અને અદ્યતન વિજ્ઞાનના હાઇટૅક્ સાધનોથી માણસને માનવી બનાવીને મોકલે છે. કોઈ તેને જીવનશિક્ષણની યુનિવર્સિટી તો કોઈ અમર પ્રેરણા પાતું અમૃત સરોવર કહે છે. અક્ષરધામના સર્જનમાં શ્રદ્ધાપૂર્ણ સમર્પણ અને સમર્થ નેતૃત્વ ધ્યાનાકર્ષક છે.


ફ્રેશર હતો ત્યારે મંદિર નિર્માણમાં જોડાયો, પછી 3 મંદિર બાંધ્યા..




અશ્વિનભાઈ પટેલ વર્ષ 1983માં દિલ્હી આઇઆઇટીમાંથી સિવિલ એન્જિનિયરિંગનો બેચલર કોર્સ પૂરો કરીને નીકળ્યા હતા. તેમનો પરિવાર બીએપીએસમાં આસ્થા ધરાવતો હોવાથી તે પ્રમુખસ્વામી મહારાજના સંપર્કમાં આવ્યા અને બાપાએ તેમને ગાંધીનગર અક્ષરધામમાં સ્ટ્રક્ચરલ એન્જિનયર તરીકેની જવાબદારી સોંપી. તેમની કાર્યનિષ્ઠા, વફાદારી અને કામ પ્રત્યેની ધગશ નિહાળીને તેમને દિલ્હી અક્ષરધામ મંદિરના બાંધકામ સમયે સંપૂર્ણ જવાબદારી અને મુખ્ય એન્જિનિયર તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો. આ સાથે અમેરિકાના ન્યૂ જર્સી સ્થિત રોબિન્સવિલે અક્ષરધામના પાયાના પથ્થર તરીકે પણ તેમનું નામ ગણી શકાય. એ મંદિરના સ્ટ્રક્ચરની ડિઝાઇનથી લઈને ખૂબ મોટી જવાબદારી તેમણે નિભાવી છે. દુનિયાભરમાં બીએસપીએસ સંસ્થાના મહત્ત્વનાં તમામ મંદિરોનું બાંધકામ તેમના હસ્તક કરાવવામાં આવે છે.

બાપાની આજ્ઞાથી મંદિર માટે પથ્થરો આપવાની તક મળી






દરિયાપુરના હર્ષદભાઈ ચાવડા બીએપીએસ સંસ્થાનાં તમામ મંદિરોને પથ્થર પૂરા પાડવાનું કામ કરે છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, હું ગોંડલમાં યોગીજી સ્વામી સાથે સેવાનું કામ કરતો હતો. ત્યાર બાદ પ્રમુખસ્વામી મહારાજ સાથે પરિચય થયો અને તેમણે મને વર્ષ 1975માં પથ્થરને લગતું કામ શરૂ કરવાનું જણાવ્યું. ત્યાર બાદ ચંબલમાં હું 20 વર્ષ રહ્યો હતો, ત્યાંથી મેં અક્ષરધામ, ગાંધીનગર અને દાદર મંદિર માટે ગુલાબી પથ્થર પૂરા પાડ્યા હતા. આ પછી દિલ્હીના અક્ષરધામ મંદિર માટેના પથ્થર અને ન્યૂ જર્સી ખાતે બની રહેલા રોબિન્સેવિલેના મંદિરમાં ઉપયોગમાં લેવાનારા પથ્થરોનું પણ રાજસ્થાન ખાતે કામ કરાવ્યું હતું. હાલમાં ગ્રીસ અને બલ્ગેરિયા ખાતેથી પથ્થર આવી રહ્યા છે. તેનું કોતરણી કામ આબુ રોડ પર આવેલા પીંડવાડા ખાતે ચાલી રહ્યું છે.

દીક્ષા લઈ વિદેશ અભ્યાસ કરવા જવાનું ટાળી મંદિર બાંધકામ પ્રચાર પ્રસારમાં જોડાયો.


પ્રમુખસ્વામી મહારાજની દીર્ઘદ્રષ્ટિ, દ્રઢ ઇચ્છાશક્તિ, સેવા તથા જીવમાત્ર પ્રત્યે દયાના આદર્શથી મારા જીવનમાં પરિવર્તન આવ્યું. અને એક ઝળહળતી કારકિર્દી છોડીને હું કેટલાક દાયકાઓથી સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર-પ્રસાર કરી રહ્યો છું, આ શબ્દો છે, દીક્ષા પછી અક્ષયમુનિ બનેલા કિરીટભાઈ પટેલના. હું અક્ષરધામના બાંધકામ સમયે એન્જિનિયર તરીકે સેવા આપતો હતો. પ્રમુખસ્વામીએ 24 ડિસેમ્બરે પથ્થરમાંથી મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો ત્યારે પણ હું તેમની સાથે જ હતો. કારણ કે, તેમનું માનવું હતું કે જો પથ્થરનું બાંધકામ થાય તો તેને 1 હજાર વર્ષ સુધી સાચવી શકાય. તેમના તરફથી મળેલો સેવાનો સંકલ્પ સહિતની વાતોથી પ્રભાવિત થઈને મેં દીક્ષા લીધી હતી. 1981માં વલ્લભવિદ્યાનગરની એન્જિનયરિંગ કૉલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો. ત્યાર બાદ વિદેશ અભ્યાસ કરવા જવાનું નક્કી હતું, પણ 1975ની સાલમાં સેવાનાં નાનાં-મોટાં કાર્યો અને સ્વામિનારાયણ નગરનું નિર્માણ કરવા માટે બાપાએ મને તક આપી હતી. 1981માં મેં પાર્ષદ દીક્ષા અને 1985માં ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને સંત બની ગયો.


અક્ષરધામમાં આવનારા દરેકનું જીવન દિવ્ય બને તેવી ભગવાનને પ્રાર્થના.




ગુરુ યોગીજી મહારાજે 6 ઓગસ્ટ, 1970એ હાલ જ્યાં અક્ષરધામ છે તે સ્થળે મંદિર બનાવવા સંકલ્પના કરી હતી. દિલ્હી અક્ષરધામ પણ ગુરુજીની આજ્ઞાને અનુસરીને બનાવાયું છે. યોગીજી મહારાજે યમુના નદીના કાંઠે એક મંદિર બનાવવાની વાત કહી હતી. આ વાતને પ્રમુખસ્વામીએ લક્ષ્ય બનાવીને દિલ્હી અક્ષરધામ બનાવ્યું હતું. 20મી સદીનાં છેલ્લાં 92 વર્ષમાં કોઈ ઘટના ન ઘટી હોય તેવી અક્ષરધામ સર્જનની ઘટના છે. અક્ષરધામ સ્થાપત્ય કલા, સૌંદર્ય, સાહિત્ય કે સંગીત અને અદ્યતન વિજ્ઞાનના હાઇટૅક્ સાધનોથી માણસને માનવી બનાવીને મોકલે છે. કોઈ તેને જીવનશિક્ષણની યુનિવર્સિટી તો કોઈ અમર પ્રેરણા પાતું અમૃત સરોવર કહે છે. અક્ષરધામના સર્જનમાં શ્રદ્ધાપૂર્ણ સમર્પણ અને સમર્થ નેતૃત્વ ધ્યાનાકર્ષક છે.

હેલાં માણસોએ પથ્થરોમાંથી મંદિર ઘડ્યું, પછી મંદિરના પથ્થરોએ માનવીઓને ઘડ્યા


Akshardham Under Construction 1


Akshardham Under Construction 2

અક્ષરધામ એટલે અમારા ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું એક ચિરંતન સર્જન.



આવનારી અનેક સદીઓ સુધી અનેક પેઢીઓને પવિત્ર પ્રેરણાઓ પ્રાપ્ત થતી રહેશે.


Source: divyabhaskar.com

Comments

amazon

Popular Posts