Transcendence

આણંદના અક્ષરફાર્મમાં વિશ્વ શાંતિ સ્વામિનારાયણ મહાયજ્ઞ બે ચરણમાં શરૂ.

પ્રમુખસ્વામી મહારાજ ૯૭મા જન્મજયંતી મહોત્સવ નિમિત્તે

આણંદના અક્ષરફાર્મમાં વિશ્વ શાંતિ સ્વામિનારાયણ મહાયજ્ઞ બે ચરણમાં શરૂ
રપ અને ર૬ના બે ચરણમાં યજ્ઞનું કરાયેલ આયોજન
પ્રથમ દિવસે ૩ હજાર અને આવતીકાલે ૩ હજાર યજમાનો મહાયજ્ઞમાં બિરાજશે.
નવ પ્રકારના સમધિ યંત્રોને સમાવિષ્ટ કરતો યજ્ઞનો મુખ્ય કુંડ -
૧.૫ લાખ ચોરસ ફૂટ વિસ્તારની યજ્ઞ શાળામાં પદ્મ કુંડ, અર્ધચંદ્રકાર કુંડ સહિત ૩ર૧ કુંડ તૈયાર કરાયા -
ચાર વેદોના જાણકાર, બાપ્સના વિદ્વાન સંત પૂ.શ્રૃતિપ્રકાશ સ્વામી (ષડદર્શનાચાર્ય)ના માર્ગદર્શન હેઠળ યજ્ઞ શાળા તૈયાર -
ચાર માસની યજ્ઞ શાળાની તૈયારીઓમાં પૂ. સંતોના માર્ગદર્શન હેઠળ પ૦૦ સ્વયંસેવકો ખડેપગે રહ્યા હતા.


તા. રપમીએ બ્રાહ્મમુહૂર્તમાં પ-૩૦ કલાકે દીપ પ્રાગટય સાથે યજ્ઞારંભ : ૩ હજાર યજમાનો જોડાયા
આણંદમાં પ્રમુખ સ્વામી મહારાજ ૯૭મા જન્મ જયંતિ મહોત્સવ ઉજવણીના ઉપક્રમે આજે અક્ષરફાર્મમાં વિશ્વ શાંતિ સ્વામિનારાયણ મહાયજ્ઞ બે ચરણમાં શરૂ કરાયો હતો. જેનું પ્રથમ ચરણ આજે સવારે ૬ કલાકે અક્ષરફાર્મની ભૂમિ પર શરૂ થયું હતું. આજે ૩ હજાર યજમાનો યજ્ઞમાં બેઠા હતા. બ્રાહ્મ મુર્હુતમાં પૂ.કોઠારીબાપાએ સવારે પ-૩૦ કલાકે દીપ પ્રાગટય કરી યજ્ઞનો આરંભ કરાવ્યો હતો. વિદ્વાન સામવેદી ભૂદેવો અને સંસ્થાના પુરોહિતો ઘનશ્યામભાઇ શાસ્ત્રી, વાસુદેવભાઇ શાસ્ત્રી અને મુકેશભાઇ શાસ્ત્રી દ્વારા યજ્ઞના વેદ મંત્રોના ઉચ્ચારણો અને આહૂતિઓથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું. વિશ્વમાં શાંતિ સ્થપાય, સૌના દેશકાળ સારા થાય તેવા શુભઆશયથી વેદોમાં દર્શાવેલ સંપૂર્ણ શાસ્ત્રીય પદ્વતિથી યોજાયેલ યજ્ઞમાં સૌએ ઉત્સાહથી ભાગ લીધો હતો. બહેનોએ વિવિધ પ્રકારની રંગોળી અને યજ્ઞ કુંડોના લીંપણ માટેની નોંધપાત્ર સેવા કરી હતી.

નવ પ્રકારના સમધિ યંત્રોને સમાવિષ્ટ કરતા મુખ્ય કુંડ સહિત પદ્મ કુંડો, અર્ધ ચંદ્રકાર કુંડો સહિત ૩ર૧ કુંડ ધરાવતી, કુલ દોઢ લાખ ચોરસ ફૂટનો વિસ્તાર ધરાવતી યજ્ઞ શાળા શાસ્ત્રીય પદ્વતિથી તૈયાર કરવામાં આવી હતી. સમગ્ર યજ્ઞના આયોજન માટે ચાર વેદોના જાણકાર એવા બીએપીએસના વિદ્વાન સંત પૂ.શ્રૃતિપ્રકાશ સ્વામી (ષડદર્શનાચાર્ય)ના માર્ગદર્શન અનુસાર છેલ્લા ચાર માસથી તૈયારીઓ ચાલતી હતી. પૂ.સંતોના માર્ગદર્શન હેઠળ પ૦૦ સ્વયંસેવકો યજ્ઞશાળામાં ખડેપગે સેવામાં પ્રવૃત હતા.


આજે યજ્ઞના પ્રથમ ચરણ પ્રસંગે સવારે ૧૦ કલાકે પૂજય શ્રી મહંત સ્વામી મહારાજે યજ્ઞમાં પધારીને મુખ્ય આહૂતિ આપી હતી. આરતી ઉતારીને સૌની સુખાકારી માટે આશિર્વાદ પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, યોગીબાપાની ભાવના હંમેશા રહેતી કે ભગવાન સૌનું ભલું કરો. આ યજ્ઞનો હેતુ પણ વિશ્વ શાંતિ માટે છે. હદયમાં શાંતિ હોય તો વિશ્વમાં શાંતિ થાય. હદયની શાંતિ કોઇની પાસે નથી પણ ફકત ભગવાન અને સંત પાસે છે. પ્રમુખસ્વામી મહારાજની ભાવના એ હતી કે કોઇનું પણ અહિત ન થાય, બીજાના ભલામાં આપણું ભલું. આ પ્રસંગે ડાકોરના વિવિધ મંદિરોના સંતો પધાર્યા હતા. કાઠીયાખાક ચોક મંદિરના પૂજારી પૂ. રામદાસજી મહારાજ, ત્રિકમજી મંદિરના મહંત શ્રી છબીરામદાસજી મહારાજ, અષ્ટસિદ્વિ હનુમાન મંદિરના મહંત ગોમતીદાસજી મહારાજ, ભારત ભુવન પાઠશાળાના મે.ટ્રસ્ટી શ્રી દ્વારકાદાસજી મહારાજ, કબીર મંદિરના મહંત શ્રી રામકુમાર સાહેબ, જયપુર હનુમાન મંદિરના મહંત શ્રી રામકુમારદાસજી, અયોધ્યા ખાક ચોક મંદિરના પૂ. રામાનંદદાસજી મહારાજ, ભટ્ટજી અન્ન ક્ષેત્રના પૂજારી મહંત શ્રી સખી મહારાજ વગેરે સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એનડીડીબીના ચેરમેન દિલીપ રથે પણ ઉપસ્થિત રહીને સંતોના આશિર્વાદ મેળવ્યા હતા. આજે સાંજે વલાસણ-મોરડ રોડ પર નિર્માણ થયેલ મુખ્ય મહોત્સવના સ્થળ શ્રી સ્વામીનારાયણ નગર પર સ્વયંસેવક સભા યોજાઇ હતી. જેમાં અંદાજીત ૧૪ હજારની સંખ્યામાં (૮પ૦૦ પુરૂષો અને પપ૦૦ મહિલાઓ) ઉપસ્થિત સ્વયંસેવકોને સેવાનો મહિમા, કાર્યનિષ્ઠાથી સેવા કરવા અંગેના પ્રેરક પ્રવચનો વડીલ સંતો દ્વારા રજૂ કરાયા હતા. સૌ સ્વયંસેવકોને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા તેમજ સમીપ દર્શનનો લાભ આપી કૃતાર્થ કર્યા હતા.

Jai Swaminarayan

Comments

amazon

Popular Posts