Transcendence

અક્ષરધામ મંદિર 25 વર્ષ, વિચારથી સર્જન સુધીની ગાથા

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (બીએપીએસ) દ્વારા ગાંધીનગરમાં બનાવાયેલું અક્ષરધામ મંદિર 23 એકરમાં પથરાયેલું છે. આજે અક્ષરધામને 25 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. ગુરુ-શિષ્યની પરંપરા અને ગુરુના આદેશને અનુસરીને પ્રમુખસ્વામી મહારાજે 23 વર્ષની મહેનત બાદ સમગ્ર સંકુલ ઊભું કર્યું.


યોગીજી મહારાજે પ્રાર્થના કરીને કહ્યું હતું કે, અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થશે અને આધ્યાત્મિક મૂલ્યોનું સ્તોત બનશે. આજે આ તસવીરને જોતા તેમના વાક્યો શબ્દ સહ સાચા પડ્યા છે, તે દૃષ્ટિગોચર થાય છે.


પ્રમુખસ્વામી મહારાજની દીર્ઘદ્રષ્ટિ, દ્રઢ ઇચ્છાશક્તિ, સેવા તથા જીવમાત્ર પ્રત્યે દયાના આદર્શથી મારા જીવનમાં પરિવર્તન આવ્યું. અને એક ઝળહળતી કારકિર્દી છોડીને હું કેટલાક દાયકાઓથી સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર-પ્રસાર કરી રહ્યો છું, આ શબ્દો છે, દીક્ષા પછી પૂ. અક્ષયમુનિદાસ સ્વામી બનેલા કિરીટભાઈ પટેલના. હું અક્ષરધામના બાંધકામ સમયે એન્જિનિયર તરીકે સેવા આપતો હતો. પ્રમુખસ્વામીએ 24 ડિસેમ્બરે પથ્થરમાંથી મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો ત્યારે પણ હું તેમની સાથે જ હતો. કારણ કે, તેમનું માનવું હતું કે જો પથ્થરનું બાંધકામ થાય તો તેને 1 હજાર વર્ષ સુધી સાચવી શકાય.


Pujya Akshaymunidas Swami

તેમના તરફથી મળેલો સેવાનો સંકલ્પ સહિતની વાતોથી પ્રભાવિત થઈને મેં દીક્ષા લીધી હતી. 1981માં વલ્લભવિદ્યાનગરની એન્જિનયરિંગ કૉલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો. ત્યાર બાદ વિદેશ અભ્યાસ કરવા જવાનું નક્કી હતું, પણ 1975ની સાલમાં સેવાનાં નાનાં-મોટાં કાર્યો અને સ્વામિનારાયણ નગરનું નિર્માણ કરવા માટે બાપાએ મને તક આપી હતી. 1981માં મેં પાર્ષદ દીક્ષા અને 1985માં ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને સંત બની ગયો.


1970થી 1992 દરમિયાનનાં 23 વર્ષની અક્ષરધામ મંદિરના નિર્માણની ગાથા (Timeline Of Akshardham Gandhinagar)




1970- યોગીજી મહારાજે આ જગ્યાએ પ્રાર્થના કરીને કહ્યું કે, અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થશે.

1972- અક્ષરધામ મંદિર બનાવવા માટે પ્લાનથી લઈને દરેક મુદ્દે નિર્ણયો લેવાયા. દેશના જાણીતા આર્કિટેક્ટે પ્લાન બનાવ્યા.

1978- અનેક ડિઝાઇનમાંથી વર્તમાન ડિઝાઇન પસંદ કરાઈ. ત્યારે સિમેન્ટ-કોંક્રીટથી મંદિર બનાવવાનું નક્કી કરાયું હતું.

1979- પ્રમુખસ્વામી મહારાજના હસ્તે શિલાન્યાસ વિધિ શરૂ કરાઈ. દેશમાં સૌથી આધુનિક ક્રેઇનથી પથ્થરોનું વહન શરૂ થયું.

1985- અક્ષરધામ પ્રાસાદ તૈયાર થયો. ગુણાતીતાનંદ સ્વામીના દ્વિશતાબ્દી ઉત્સવમાં વિધિવત્ પ્રાસાદ પ્રવેશ સમારોહ યોજાયો.

1986- અમેરિકા, યુરોપ, કેનેડાનાં વિખ્યાત પ્રદર્શનો, શિલ્પશાસ્ત્રો તથા હોલોગ્રાફીનો અભ્યાસ કરી સંતોએ અનુશોધનનું કાર્યં કર્યું.

Statactics of Akshardham Gandhinagar



23 એકરમાં સ્થાપિત

97- શિલ્પાકૃત સ્તંભ

08-સુશોભિત ગવાક્ષ

264-કલાત્મક શિલ્પ

15-અેકરમાં ઉદ્યાન

3850-સત્સંગ કેન્દ્ર

1200 થી વધુ મંદિરો..

If You like this article please share to your friend and family..

Source: divyabhaskar.com


Comments

amazon

Popular Posts